Return to BahaiPrayers.net
Facebook
( પંદરથી વઘુ વયની વ્યકિતના મુત્યુ વખતે આ પ્રાર્થના કરાય છે. સમુદાયની વચ્ચે પાઠ થતો હોય તેવી આ એક માત્ર પ્રાર્થના છે. એક વ્યકિ્ત એનો પાઠ કરે અને બાકી બીજાં બઘા ઉભાં રહે. એનો પાઠ કરતી વખતે પવિત્ર સમાઘિ ³અકકા´ તરફ મુખ રાખવાની જરૂર નથી.)
હે મારા પ્રભુ! આ તારો દાસ/દાસી છે, તારા દાસનો પુત્ર/ પુત્રી છે એને તારામાં તથા તાર સંકેતોમાં સદા આસ્થા રહી છે. એ બઘાંથી પર થઈને તારા તરફ વળ્યો છે. તું ખરેખર જ, દયાળુઓમાં સૌથી વઘુ દયાળુ છે. હે માનવીના પાપોને માફ કરનાર અને એની ત્રુટિઓને ઢાંકનાર ! તારા ઔદાર્યના સ્વર્ગ અને તારી દયાના સાગરને છાજે એવો એની સાર્થ વ્યવહાર કર. પૃથ્વી અને સ્વર્ગના પાયા નંખાયા તે પહેલાં પણ જે હતી, તે તારી પારગામી દયાના દરબારમાં એને પ્રવેશ કરાવ. તારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. તું સદા ક્ષમાવાન, ઔદાર્યનો ભંડાર છે.
હવે એણે છ વાર ‘અલ્લા–ઓ–અબ્હા’ કહેવું અને નીચેની પંકિતઓ પ્રત્યેક ઓગણીસ વાર બોલવીઃ
અમે સર્વે, ખરેખર જ, ઈશ્વરને ભજીએ છીએ.
અમે સર્વે, ખરેખર જ ઈશ્વરને નમીએ છીએ.
અમે સર્વે, ખરેખર જ, ઈશ્વર પ્રતિ આસ્થાવાન છીએ.
અમે સર્વે, ખરેખર જ, ઈશ્વરની સ્તુતિ કરીએ છીએ.
અમે સર્વે, ખરેખર જ, ઈશ્વરના આભારી છીએ.
અમે સર્વે, ખરેખર જ, ઈશ્વરમાં ઘીરસ્થિર છીએ.
( મરનાર સ્ત્રી હોય તો “ આ તારી દાસી છે, તારી દાસીની પુત્રી છે” વગેરે બોલવું´ )
- Bahá'u'lláh