Return to BahaiPrayers.net
Facebook
(અઘિક દિવસો દરમ્યાન ઉપવાસની તૈયારી કરવી જોઈએ. આ દિવસો આતિથ્ય, દાન અને ભેટસોગાદો આપવા માટે છે. આ દિવસો આતિથ્ય, દાન અને ભેટસોગાદો આપવા માટે છે. બહાઈ પંચાગ અનુસાર 26મી ફેબુ્રઆરીથી 1લી માર્ચ અઘિક દિવસો ગણાય છે. )
હે પરમાત્માં, હે મારા અગ્નિ, હે મારા પ્રકાશ! તે જેનું ‘અય્યામે હા’–‘હા’ ના–દિવસો ( અઘિક દિવસો´) એવું નામાભિધાન તારા પવિત્ર ગ્રંથમાં કર્યું છે એ દિવસો આવી પહોચ્યા છે અને હે સર્વ નામોના સમ્રાટ, તારી મહાલેખિનાએ તારા સુષ્ટીસામ્રરાજયના સઘળા વાસીઓ માટે અંકિત કરેલા ઉપવાસના દિવસો નિકટ આવે છે. હે નાથ, આ દિવસોમાં અને આ સમયગાળા દરમ્યાન જેમણે તારા આદેશોને દ્ઢતાથી અમલમાં મૂકયા છે તેમના નામે, જેમણે તારા આદેશોને ગ્રહણ કરી રાખ્યા છે તેમના નામે, તને પ્રાર્થન કરું છું, કે તેઓ સર્વને તારા દરબારનાં ખંડમાં સ્થાન મળે, તારા મુખપંકજના તેજોમય પ્રાગટય સમક્ષ આસન મળે!
હે નાથ, આ બઘા તારા દાસ છે. તારા પવિત્ર ગ્રંથ દ્વારા તેં એમના જે કાંઈ નિર્દેશ કર્યો છે તેનાથી તેમને કોઈ પણ ભ્રષ્ટ વૃત્તિ વિચલિત નથી કરી શકી. તેઓ તારા ઘર્મને શરણે આવ્યા છે, અને તારા પવિત્ર ગ્રંથને એવા દ્ઢ સંકલ્પથી આવકાર્યો છે કે જે સંકલ્પનો તું પોતે જન્મદાતા છે તથા તેં જે નિશ્ચિત કર્યું છે તેને અનુસરવાનું એમણે પંસદ કર્યું છે.
હે નાથ, તું જૂએ છે કે તે તારા પવિત્ર શાસ્ત્રો દ્વારા જે વ્યકત કર્યું છે તેને એમણે માન્ય રાખ્યું છે અને કબૂલ કર્યું છે. હે મારા સ્વામી, એમને તારા વરદ હસ્તની અંજલીમાંથી તારી અમરતાનું પાન કરાવ. પછી એમને તારા સક્ષાત્કારના સમુદ્રમાં જે નિમગ્ન થયા હોય, તારા મિલનના સર્વોત્તમ આસવનું પાન કર્યું હોય તેવા બઘા માટે નિશ્ચિત કરાયેલા ઉપહાર એમને પણ પ્રદાન કર.
હે પ્રભુ, સમ્રાટોના સમ્રાટ, દીનદુખિયાના તારણહાર, એમને ઈહલોક અને પરલોકમાં કંઈ સર્વોત્તમ છે તે આપ એવી મારી પ્રાર્થના છે. વળી આજ સુઘી તારાં કોઈ પ્રાણીએ પ્રાપ્ત ન કર્યું હોય તેનું એમના માટે વિઘાન કર; જેમણે તારી પરિક્રમા કરી હોય, જે તારા બઘા જ લોકમાંથી પ્રત્યેકમાં માત્ર તારા સિહાસનની નિકટ રહેતા હોય તેવા લોકોની શ્રેણીમાં એમને સ્થાન આપ.
ખરેખર તું સર્વશકિતમાન, સર્વજ્ઞ, સર્વાન્તર્યામી છે.
- Bahá'u'lláh