Return to BahaiPrayers.net
Facebook
બહાઈ વર્ષનો પહેલો દિવસ નવરોઝ 21મી માર્ચ આનંદમંગળનો દિવસ છે.
હે કૃપાનિઘાન, તારા પ્રત્યેના પ્રેમથી જેમણે ઉપવાસ રાખ્યા અને તો જે કંઈ ઘૃણાસ્પદ હોય તેવું કઈ છે તેનાથી જે દૂર રહ્યા તેમના માટે તેં નવરોઝનો તહેવાર આપ્યો તે માટે અમે તારાં ગુણ ગાઈએ છીએ. હે મારા નાથ, તું વરદાન દે કે તેં સૂચવેલા ઉપવાસથી પ્રગટ થયેલી પ્રેમાગિ્નની ઉષ્ણતા એમને તારા ઘર્મમાં જયોત સમાન બનાવે અને તેઓ તારી જ સ્તુતિ અને તારાં જ ગુણગાન કરતા રહે. હે મારા નાથ, તેં એમને તારા દ્વારા નિર્દિષ્ટ ઉપવાસોથી સુશોભિત કર્યા છે તો હવે કરુણા અને અસીમ કૃપા દાખવીને એમને તારી સ્વીકૃતિના અલંકારોથી પણ મંડિત કર, કારણ કે મનુષ્યનું દરેક કર્મ તારી જ કૃપા પર નિર્ભર છે, તારી જ આજ્ઞા પર આઘિન છે. જેણે ઉપવાસ તોડયા હોય, તેમના માટે જો તું એમ કહે કે એમણે ઉપવાસ રાખ્યા છે , તો એમની ગણતરી અનાદીકાળાી ઉપવાસ રાખવામાં થશે. અને જેમણે ઉપવાસ રાખ્યો હોય તેમના માટે જો તું એમ કહે કે એમણે ઉપવાસ તોડયા છે, તો એમની ગણતરી તારા પ્રાકટયના અંગવસ્ત્રને ઘૂળમાં રગદોળનારામાં થશે અને તેઓ તારા આ જીવનદાતા ઝરાથી ખૂબ દૂર હોવાનું કહેવાશે.
“ તારું કામ કરે તે સ્તુતિને પાત્ર છે” એવી પતાકા ઊંચે ઊઠી, તારા આદેશને આઘીન હોય તે જ આજ્ઞાકારી છે એવો ઘ્વજ જેના થકી લહેરાયો તે તું જ છે. હે મારા ઈશ્વર, તારા સેવકોને તારા આ પરમ ઘામથી પરિચિત કરાવ કે જેથી તેઓ સમજી શકે કે બઘા જ પદાથર્ોની સવર્ોત્કૃષ્ટતા તારા આદેશ અને તારા પરમ પાવન શબ્દની ઉપર નિર્ભર છે. તારી ઈચ્છા વગર થયેલું પ્રત્યેક કાર્ય ગુણહીન છે અને માણસના. કાર્યોની લગામ, તારા સ્વીકાર અને આદેશના હાથમાં છે. હે નાથ, તું એમને જણાવી દે કે તારા પરમ સૌંદર્યથી એમને વંચિત કરી શકે એવું આ યુગમાં કશું જ નથી. જેમ કે ઈસુએ કહયુ હતું “ સર્વત્ર તારું જ સામ્રરાજય છે, હે આત્મા (ઈસુ)ના જનક” અને આ વિશે તારો મિત્ર (મહંમદ) પોકારી ઊઠયો, “હે સવશ્રેષ્ઠ પ્રિયતમ તારો મહિમા પ્રસરો, કેમકે કેમકે તે તારું સૌદર્ય પ્રગટ કયું છે અને એવું લખ્યું છે કે તારા પ્રિયજનો શી રીતે તારા મહાનતમ નામના પ્રાગટય સમક્ષ આસન પ્રાપ્ત કરી શકશે. આ તારા મહાનતમ નામના પ્રાગટયથી જેમણે પોતાને તારા સિવાય બીજા બઘાથી વીતરાગ કરી દીઘા છે અને તારા સ્વરૂપ અને તારા ગુણોને પ્રગટ કરનાર (ઈશ્વરીય અવતાર) તરફ વળ્યા છે. તેના સિવાયના બીજા બઘા લોકો કલ્પાંત કરી રહયા છે. જે તારી પરમ મહાન શાખા છે તેને અને તારા બઘા મિત્રોએ તારા દરબારમાં ઉપવાસના વ્રતનું પાલન કરીને આજે પારણા કર્યા છે આ ઉપવાસ તેઓ તારી સુપ્રસન્તા માટે, તારા આદેશોને પાલન માટે કર્યા હતા એમના માટે તથા એ દિવસોમાં જે તારા સાનિઘ્યમા આવ્યા છે તે સૌના માટે તારા પવિત્ર ગ્રંથમાં તે જે કંઈ નિશ્ચિત કર્યું છે તેનું મંગલ વિઘાન કર. પછી એમને આ જીવનમાં તેમજ અગામી જીવનમાં લાભકારક હોય તે પ્રદાન કર.
તુ ખરેખર, સર્વજ્ઞ, સર્વપ્રજ્ઞ છે.
- Bahá'u'lláh