Return   Facebook

The Universal House of Justice

Ridván 2020

To the Bahá’ís of the World

Dearly loved Friends,

બે ઉભરતી વાસ્તવિકતાઅ‍ે આ શબ્દોમાં તમને સંબોઘન કરવાની અમને પ્રેરણા આપી છે. પહેલી વાસ્તવિકતા છે કોરોના વાયરસ મહામારીથી વઘી રહેલ અને ભયાનક ખતરાની વિશ્વભરમાં વઘતી જતી સભાનતા. ઘણાં દેશોમાં, આ આફતને દૂર કરવા માટે બહાદુર અને અડગ સામુહિક પ્રયત્નો કરવામાં આવી રહૃયા હોવા છતાં, પરિસિ્થતિ પહેલાંથી જ ગંભિર છે, જે પરિવારો અને વ્યકિતઓ માટે દુર્ઘટનાઓનું સર્જન કરી રહી છે, અને આખા સમાજોને કટોકટીઓમાં ડુબાડી રહેલ છે. વેદના અને દુઃખની લહેરો અ‍ેક જગ્યાઅ‍ેથી બીજી જગ્યાઅ‍ે ફેલાઈ રહી છે, અને તે વિભિન્ન રાષ્ટ્રોને, અલગ અલગ ઘડીઅ‍ે અને અલગ અલગ રીતે કમજોર કરી દેશે.

બીજી વાસ્તવિકતા, જે દરરોજ વઘારે પ્રગટ થતી જાય છે, તે છે અ‍ેક પડકારની પરિસિ્થતિમાં, બહાઈ વિશ્વની સિ્થતિસ્થાપકતા અને તેનું અવિરત જોમ જેની જીવંત યાદદાસ્તમાં કોઈ જોડ નથી. તમારો પ્રતિભાવ અદ્ભૂત રહૃયો છે. અ‍ેક મહિના પૂર્વે નવરોઝના અવસરે જયારે અમે તમને લખ્યું હતું ત્યારે, અમે સમુદાય દ્વારા પ્રદર્શિત કરવામાં આવી રહેલા પ્રભાવશાળી ગુણો ઉપર ભાર આપવા માટે આતુર હતા, જેની કાર્યપ્રવૃતિઓની સામાન્ય પ્રણાલીઓમાં વિક્ષેપ પડયો હતો. તેની વચ્ચેના અઠવાડીયાઓ દરમિયાન જે બઘું ઘટીત થયું છે, જેમાં અનેક મિત્રોઅ‍ે સતત વઘતા જતા કડક નિયંત્રણોનું પાલન કરવાનું હતું, તેણે અમારી પ્રશંસાની લાગણીમાં માત્ર વઘારો જ કયર્ો છે. વિશ્વના બીજા ભાગોમાં પ્રાપ્ત અનુભવમાંથી શીખ મેળવીને, કેટલાક સમુદાયોઅ‍ે જનસમુહોમાં જાહેર સ્વાસ્થ્યની આવશ્યકતાઓ વિશે જાગૃતિનું નિર્માણ કરવા માટેના સલામત અને સર્જનાત્મક તરીકાઓ શોઘી કાઢયા છે. જેમને વાયરસનો સૌથી વઘારે ખતરો છે અ‍ેવા લોકો અને તેને કારણે ઉભી થયેલી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા લોકો તરફ વિશેષ ઘ્યાન આપવામાં આવી રહૃયું છે; બહાઈ વિશ્વ સમાચાર સેવામાં ઉલ્લેખિત પગલાં, આ સંદર્ભમાં ચાલી રહેલા અનેક પગલાંઓમાંથી મુ=ીભર પગલાં માત્ર છે. આ બઘા પગલાં અ‍ેવા આઘ્યાતિ્મક ગુણોની સમીક્ષા, પ્રવર્તન અને વિકાસ કરવાના પ્રયત્નો દ્વારા પુરક છે જેની આ સમયે સૌથી વઘારે જરૂર છે. આવા અનેક પ્રયત્નો આવશ્યકપણે પરિવારીક અ‍ેકમોમાં અથવા અ‍ેકાંતમાં થઈ રહૃયા છે, પરંતું જયાં પરિસિ્થતિ અનુમતિ આપે છે ત્યાં અથવા સંચાર માઘ્યમો શકય બનાવે છે ત્યાં, સમાન પરિસિ્થતિનો સામનો કરી રહેલા આત્માઓ વચ્ચે અદ્ભૂત અ‍ેકતાની ભાવનાનો સકિ્રયપણે વિકાસ કરવામાં આવી રહૃયો છે. સામુદાયિક જીવનની ગતિશીલતા, જે સામુહિક પ્રગતિ માટે અ‍ેટલી મહત્વપૂર્ણ છે, તે પરાજિત નહિ થાય.

પ્રકાશની સેનાના અથક સેનાપતિઓ અ‍ેવી રાષિ્ટ્રય આઘ્યાતિ્મક સભાઓઅ‍ે, કેવી ક્ષમતાથી તેમના સમુદાયોને માર્ગદર્શન આપ્યું છે અને કટોકટી પ્રત્યેના તેમના પ્રતિભાવને આકાર આપ્યો છે તે જોઈને અમારી ચેતના ઉન્નત થાય છે. તેમને સલાહકારો અને તેમના સહાયકોનું મજબૂત સમર્થન મળ્યું છે, જેમણેં, હંમેશની જેમ, વીરતાથી પે્રમાળ સેવાનો ઘ્વજ ઊંચે લહેરાવ્યો છે. તેમના રાષ્ટ્રોમાં ઘણીવાર તીવ્ર ઝડપે બદલાઈ રહેલી પરિસિ્થતિઓથી સુપરિચિત રહેતાં, પ્રભુઘર્મના કાર્યપ્રવૃતિ્તઓનું સંચાલન કરવા માટે, અને શકય હોય ત્યાં, ખાસ કરીને ચુંટણીનું આયોજન કરવા માટે, આઘ્યાતિ્મક સભાઓઅ‍ે આવશ્યક વ્યવસ્થા કરી છે. નિયમિત સંદેશાવ્યવહાર દ્વારા સંસ્થાઓ અને સમિતીઓઅ‍ે વિવેકપૂર્ણ સલાહ, દિલાસાપૂર્ણ પુનરાશ્વાસન અને સતત પ્રોત્સાહન પુરૂં પાડયું છે. અનેક કિસ્સાઓમાં, તેમણેં અ‍ેવા રચનાત્મક વિષયો શોઘવાની શરૂઆત પણ કરી દિઘી છે જે તેમના સમાજમાં શરૂ થયેલા સંવાદોમાંથી ઉભરી રહ્યા છે. અમારા નવરૂઝના સંદેશમાં અમે જે અપેક્ષા વ્યકત કરી હતી કે, માનવજાતની સહનશીલતાની આ કસોટી તેને વઘારે મોટી અંતઃ_ષિ્ટ પુરી પાડશે, તે પહેલાંથી જ સમજાઈ ગયું છે. નેતાઓ, અગ્રણી વિચારકો, સમીક્ષકોઅ‍ે અ‍ેવા મુળભૂત ખ્યાલો અને સાહસી મહત્વાકાંક્ષાઓનું વિશ્લેષણ કરવાની શરૂઆત કરી દિઘી છે જેનો, તાજેતરના સમયમાં, જાહેર સંવાદોમાં મોટેભાગે અભાવ રહ્યો હતો. વર્તમાનમાં આ માત્ર પ્રારંભિક કુંપળો છે, આમછતાં, તેમાં સંભવના રહેલી છે કે તેમાંથી સામુહિક સભાનતાની અ‍ેક ઘડી કદાચ દેખાઈ શકે છે. બહાઈ વિશ્વ દ્વારા કિ્રયામાં પ્રગટ થયેલી સિ્થતિસ્થાપકતા જોઈને અમને જે દિલાસો મળે છે તે માનવજાત માટે મહામારીના પરિણામો પ્રત્યેના અમારા દુઃખની સામે સીમિત થઈ રહ્યું છે. અંતે, અમે સભાન છીઅ‍ે કે, શ્રઘ્ઘાળુઓ અને તેમના સહયોગીઓ પણ આ યાતનાઓમાં સહભાગી છે. જાહેર સુરક્ષાની જરૂરીયાતોને કારણે, આ દુનિયામાં અનેક લોકો, મિત્રો અને સગાસબંઘીઓથી હમણાં જે દૂરી રાખી રહ્યા છે, તે કેટલાક માટે કાયમી જુદાઈને માર્ગ આપશે. દરેક પ્રાતઃકાળે નિશિ્ચત થતું જોવા મળે છે કે સુરજ ડુબતાં પહેલાં વઘારે વેદનાઓ સહન કરવામાં આવશે. ઈશ્વર કરે કે, જેમણેં તેમના પિ્રયજનોને ગુમાવી દિઘા છે, તેમને શાશ્વત લોકમાં પુનઃમિલનનું વચન સાંત્વના પ્રદાન કરે. અમે જેમનું શિક્ષણ, આજીવિકા, ઘરબાર, અને અ‍ેટલે સુંઘી કે તેમના જીવનનિર્વાહના મૂળભૂત સાઘનો પણ જોખમમાં મુકાઈ રહૃયા છે, તેમને ઈશ્વરની કૃપા ઘેરી લે તેના માટે અને તેમના હૃદયના રાહત માટે પ્રાર્થના કરીઅ‍ે છીઅ‍ે. તમારા માટે, અને જે તમને વ્હાલા છે, અને તમારા દેશબંઘુઓ માટે, અમે બહાઉલ્લાહને વિનંતી કરીઅ‍ે છીઅ‍ે, અને તેના આશીર્વાદ અને કૃપાની યાચના કરીઅ‍ે છીઅ‍ે.

ગમે તેટલો લાંબો અને કઠીન હોવા છતાં, જે માર્ગ પાર કરવો જ જોઈઅ‍ે, તેની યાત્રા કરવા દરમિયાન તમારૂં મનોબળ અને તમારા _ઢનિશ્ચયમાં અમને સવર્ોચ્ચ વિશ્વાસ છે. તમે આશા, આસ્થા અને ભવ્યતાના ભંડારમાંથી, બીજાની જરૂરીયાતોને તમારી પોતાની જરૂરીયાતો કરતાં આગળ મુકીને; અ‍ેવા લોકોને જેઓ આઘ્યાતિ્મક પોષણથી વંચિત છે, જેઓ જવાબોના સંતોષ માટે ઉત્તરોત્તર વઘારે પ્રમાણમાં તરસી રહૃયા છે, અને જેઓ દુનિયાની પ્રગતિ માટે કાર્ય કરવાની ઝંખના રાખે છે, તેમને સક્ષમ બનાવવા માટે સાઘનો પુરા પાડો. આશીર્વાદિત સંપૂર્ણતાના સમર્પિત અનુયાયીઓ પાસેથી અમે કેવી રીતે ઓછી અપેક્ષા રાખી શકીઅ‍ે છીઅ‍ે?

 

Windows / Mac